સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાંઆવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે
પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં ભરતી પરીક્ષાને લઇને ગૃહ રાજ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે. તેમાં સપ્ટેમ્બર પછી પોલીસની ભરતી યોજાશે. જેમાં સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.રાજકોટમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં સપ્ટેમ્બરમાં ભરતી પરીક્ષા યોજાશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી. તેથી સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે.
ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે
અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતીમામલે જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે.હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.
0 Comments